ફ્રી સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટેનો પ્રોગ્રામ
1. AMMYY ADMIN
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
આ સોફ્ટવેર ની મદદ થી તમે રીમોટ કોમ્પ્યુટર એટલે કે તમારા મિત્ર કે સગા સંબંધી નું તેમના ઘરે રહેલું કોમ્પ્યુટર કે જે ઈન્ટરનેટ થી જોડાયેલું છે તેના કોમ્પ્યુટર ની સ્ક્રીન જોઈ શકો છો અને તેમાં તમારા કોમ્પ્યુટર પર કામ કરતા હો તેવી જ રીતે કામ પણ કરી શકો છો. આ માટે બંને કોમ્પ્યુટર માં આ નાનો સોફ્ટવેર રન થયેલો હોવો જોઈએ.
2. PANDORA RECOVERY:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
આ સોફ્ટવેર ની મદદ થી તમે કોઈપણ ડીલીટ થયેલી ફાઈલને પછી મેળવી શકો છો. ઘણી વખત તો ફોરમેટ કરેલી હાર્ડડિસ્કમાંથી પણ ફાઈલોને રીકવર કરેલી છે. આ સોફ્ટવેર પેન ડ્રાઈવ માંથી પણ ફાઈલ ને રીકવર કરી આપે છે.
4. ZOOMIT:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
આ સોફ્ટવેર તમારા ડેસ્કટોપને એક કાલ્પનિક whiteboard માં ફેરવી નાખે છે અને તેના પર તમે કલર પેન ની જેમ કંઈપણ દોરી શકો છો અને નોટ લખી શકો.
5. ERASER:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
જયારે તમે કોઈ ફાઈલ ને ડીલીટ કરો છો ત્યારે તે ફાઈલ બીજી યુટીલીટી થી રીકવર કરી શકાય છે. જયારે તમે એ ફાઈલને હમેશા માટે ડીલીટ કરવા ઇચ્છતા હો કે જેથી તે બીજા કોઈ સોફ્ટવેર થી પણ પછી ના મેળવી શકાય ત્યારે આ યુટીલીટી ઘણીજ કામ માં આવે છે.
6. UNLOCKER:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
જયારે તમે કોઈ ફાઈલ અથવા ફોલ્ડરને ડીલીટ કરવા જઈ રહ્યા હો પણ એવી એરર આવે કે ““file is in use by another program” અને તમે તે ફાઈલ કે ફોલ્ડર ને ડીલીટ ના કરી શકતા હો ત્યારે અન્લોકર ટ્રાય કરો અને બધા લોક ખોલી શકો છો અને તે ફાઈલ કે ફોલ્ડર ને ડીલીટ કરી શકો છો.
7. TERACOPY:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
આપણે જયારે ફાઈલોને કોપી કે મુવ કરીએ છીએ ત્યારે જો તે વચ્ચે થી અટકી જાય તો આપણે પહેલેથી જ શરૂઆત કરવી પડે છે. જયારે આ સોફ્ટવેર થી એક તો કોપી ની સ્પીડ વધી જાય છે અને તે કોપી કરેલ ફાઈલનો રીપોર્ટ પણ કાઢી આપે છે જેથી કોઈ ફાઈલ રહી ગયી હોય કે કોઈ એરર આવતી હોય તો તેને જોઈ શકાય અને સુધારી શકાય
8. LSAFEHOUSE EXPLORER:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
આ સોફ્ટવેર તમારી USB પેન ડ્રાઈવ ના ડેટા ને encrypt કરી આપે છે જેથી જો એ ખોવાય પણ જાય તો કોઈ તેમાની ફાઈલો કે ડેટા ને ઓપન ના કરી શકે.
9. SIZER:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
આ સોફ્ટવેર તમારા ઓપન કરેલા કોઈપણ વિન્ડો ને તેની નક્કી કરેલી size પ્રમાણે resize કરી આપે છે. આ સોફ્ટવેરનો તમે જયારે સ્ક્રીન કેપ્ચર કરવું હોય અથવા સ્ક્રીનકાસ્ટિંગ કરવું હોય ત્યારે ખુબજ કામમાં આવે છે.
10. DROPIT:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
આ સોફ્ટવેર એક એડવાન્સ ફાઈલ સોર્ટીંગ યુટીલીટી છે. આ સોફ્ટવેર ઓટોમેટીક ફાઈલોને તેના extension, date, કે બીજા વિકલ્પ થી એક ફોલ્ડર માંથી તેને લાગુ પડતા ફોલ્ડર માં કોપી કે મુવ કરી આપે છે. જો એ સોંગ હોય તો તમે તેને artists કે album ના નામ થી પણ sort કરી શકો છો.
11. RBTRAY:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
ઘણી વખત જો તમારે એવું જોઈતું હોય કે કોઈ વિન્ડો ને minimize કરવાને બદલે hide કરવું હોય ત્યારે આ સોફ્ટવેર ઘણો ઉપયોગી થાય છે. minimize બટન પર ક્લિક કરવાથી મીનીમાઇઝ થવાને બદલે ગાયબ થઇ જાય છે અને જો તમારે ખરેખર minimize કરવું હોય તો તમે રાઇટક્લિક કરીને minimize કરી શકો છો
12. CLIPX:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
તમારે એક કરતા વધારે શબ્દો કોપી કરવા હોય તો? અથવા શું થાય જયારે તમે કઈ કોપી કર્યું અને તરત જ તેને પેસ્ટ કાર્ય વગર બીજું કઈ કોપી કર્યું? તે ઓવરરાઇટ થઇ જશે ને? આ સોફ્ટવેર થી તમે કોપી કરેલી વસ્તુ એટલે કે તમારા કલીપબોર્ડની હિસ્ટ્રી જોઈ શકો છો અને તેને યુઝ પણ કરી શકો છો.
13. DOUBLE KILLER:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
આ સોફ્ટવેર ની મદદ થી તમે ડુપ્લીકેટ ફાઈલો ને ડીલીટ કરી શકો છો પછી તે ડોક્યુમેન્ટ હોય, સોંગ હોય કે ફોટા હોય આ સોફ્ટવેર તમને તેની બીજી કોપી ક્યાય પડી હશે તો તરત જ તેને સર્ચ કરી અને ડીલીટ કરી આપશે
14. SHELLEXVIEW:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
જયારે તમે કોઈ નવો સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો છો ત્યારે contextual menu એટલે કે જયારે તમે માઉસ નું રાઇટ ક્લિક કરો છો ત્યારે જે મેનુ ખુલે છે તેમાં નવા સોફ્ટવેર ની એન્ટ્રી થઇ જાય છે, આ એન્ટ્રી ઘણી વખત નથી જોઈતી હોતી છતાં એ ત્યાં ગોઠવાઈ જાય છે. તો આ મેનુ માં ફેરફાર કરવા માટે આ સોફ્ટવેર ઘણો ઉપયોગી છે.
15. EVERYTHING:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
windows મા સર્ચ કરવા માટે desktop search નામનું સોફ્ટવેર આવે છે પરંતુ આ સોફ્ટવેર તેનાથી પણ એક ડગલું આગળ છે કારણકે આમાં જે તે સર્ચ કરેલ ફાઈલ કે ફોલ્ડર નો પથ પણ બતાવે છે અને તે ટેમ્પરરી ફાઈલ નો પથ પણ બતાવે છે અને તેને પણ સર્ચ કરી આપે છે. અને તમે સર્ચ કરવા માટે રેગ્યુલર એક્ષ્પ્રેશન એટકે લે * વગેરે પણ વાપરી શકો છો.
16. ALWAYS ON TOP:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
આ નાના એવા સોફ્ટવેર ની મદદ થી તમે કોઈ પણ વિન્ડો ને ટોપ પર રાખી શકો છો જેમ કે તમે કોઈ ઈમેઈલ લખતા હો અથવા એક્સેલ માં કામ કરતા હો અને બેકગ્રાઉન્ડમાં વીડિઓ કે સોંગ ચલાવવા માંગતા હો ત્યારે આ યુટીલીટી ઘણી ઉપયોગી છે.
17. CCLEANER:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
આ સોફ્ટવેર recycle bin, temporary Internet files, log files, memory dumps અને બીજી stubborn files ને ડીલીટ કરી અને તમારા કોમ્પ્યુટર ને ક્લીન કરવામાં ઘણી મદદ કરે છે અને આનાથી કોમ્યુટર ની સ્પીડ પણ સારી રહે છે અને જળવાઈ રહે છે.
18. WAVEPAD AUDIO EDITING SOFTWARE:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
આ સોફ્ટવેર ની મદદ થી તમે ઓડીઓ ફાઈલ ને કાપી શકો છો અથવા બે કે વધારે ઓડીઓ ફાઈલને જોડી શકો છો અથવા વધારે ફાઈલોનું mix કરી શકો છો.
19. SCREENRECORDER:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
જયારે તમે તમારી સ્ક્રીન પર કોઈ કામ કરતા હો અને તેને રેકોર્ડ કરીને વિડીઓ બનવા ઇચ્છતા હો ત્યારે આ સોફ્ટવેર ઉપયોગી છે. બસ તમારે એ સોફ્ટવેર ને જણાવવાનું છે કે તમારે આખી સ્ક્રીન ને અથવા વિન્ડો ને રેકોર્ડ કરવાની છે અને રેકોર્ડ બટન પર ક્લિક કરી દેવાનું છે અને જયારે કામ પૂરું થઇ જાય ત્યારે સ્ટોપ કરી દેવાનું અને તમારો વીડિઓ તૈયાર
20. XILISOFT MULTIPLE DESKTOPS:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
આ સોફ્ટવેર થી તમે ઘણા બધા virtual desktop બનાવી શકો છો. જયારે તમે ડેસ્કટોપ પર ઘણા બધા વિન્ડો ઓપન કાર્ય હોય ત્યારે તેને જુદા જુદા ડેસ્કટોપ પર સેટ કરી અને પછી ડેસ્કટોપ ને જ ટેબ કરવા રહે તેવું સેટ કરી શકાય છે. અને ખાસ કરીને કોઈ વિન્ડો બધાને બતાવી ના શકાય તેમ હોય ત્યારે આ સોફ્ટવેર ઘણો કામ માં આવે છે. કારણકે અમુક વિન્ડો બીજા જ ડેસ્કટોપ પર હોય અને કરંત ડેસ્કટોપ પર બીજા જ વિન્ડો ઓપન થયેલ હોય છે. આટલું જ નહિ ડેસ્કટોપ બદલતી વખતે તમે પાસવર્ડ પણ સેટ કરી શકો છો.
21. SOLUTO:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
આ સોફ્ટવેર તમારા કોમ્પ્યુટરના અને જરૂરી ન હોય તેવા અને ઘણી વાર લગાડે તેવા સ્ટાર્ટઅપ પ્રોગ્રામ ની ડિસેબલ કરી અને તમારા કોમ્પ્યુટર ની સ્ટાર્ટઅપ ની સ્પીડ વધારી આપે છે.
23. SYNCTOY:
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
આ સોફ્ટવેર ઘણો ઉપયોગી છે, આની મદદથી તમે બે ફોલ્ડર ને સીંક કરાવી શકો છો એટલે કે એક ફોલ્ડર માં જે છે તે બીજા ફોલ્ડર માં આવી જાય એક માંથી કઈ દીતીત થયું હોય અથવા નવી ફાઈલ આવી હોય તો તે બીજા માં પણ ઓટોમેટીક આવી જાય.
COMPUTER SOFTWARE
ONLINE MOBILE RECHARGE
Vodafone IN
Airtel
IDEA
COMPUTER SOFTWARE DOWNLOAD KARAVAFAKT CLICK KARASHO.
mp3 cutter
mp3 cutter and joiner
video cutter
video converter
PDF to Word converter
VLC player
Vodafone IN
Airtel
IDEA
COMPUTER SOFTWARE DOWNLOAD KARAVAFAKT CLICK KARASHO.
mp3 cutter
mp3 cutter and joiner
video cutter
video converter
PDF to Word converter
VLC player
Post a Comment